રૂણ સ્વિકાર કાર્યક્રમ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS દ્વારા PSI-ASI-પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામા સફળ થયેલા વિદ્યાર્થીઓ જેમના થકી આ પરીક્ષામા સફળ થયા અને જેમણે આ સફળતા માટે પ્રેરણા પૂરી પાડી તથા પોતની કારકિર્દીની ચિંતા કર્યા વગર અનેક મુશ્કેલીઓમાં પણ જે વિદ્યાર્થી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા તન, મન અને ધનથી કાર્યરત રહ્યા છે તેવા પટેલ સમાજના જ્ઞાતી-રત્ન PI સંજયભાઈ પાદરીયા સાહેબ માટે ઋણ સ્વીકાર-અભીવાદન સમારોહ નુ આયોજન કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, PI પાદરીયા સાહેબની જેમ સમાજના અન્ય રત્નો પણ જાગૃત થાય અને સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સફળતા અપાવે તેવો છે.