Yuva Patrakar 1-4-17
લેઉવા પટેલ સમાજના વધુમાં વધુ યુવાનો પત્રકારત્વમાં જોડાઈ તે માટે युवा पत्रकार- नइ सोच, नया जूनून સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનાં પત્રકારત્વનાં શૈક્ષણીક જગતના મહારથીઓ શ્રી ડો.કાન્તીભાઈ ઠેસીયા સાહેબ, જગદીશભાઈ મેહતા સાહેબ તથા ડો. રમેશભાઈ ઘોડાસરા સાહેબએ પોતાના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સમાજના જ પત્રકાર શ્રી જીતુભાઈ રાદડીયાએ પણ પોતાના અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ PI સંજયભાઈ પાદરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અખીલ સાકરીયા તથા તેમની ટીમ સાંભળી રહ્યા છે.
તાજેતરમાં “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” દ્વારા શરુ થયેલી “3P THEORY” અંતર્ગત “નેતૃત્વ” અંગેના *બંધારણ* વિષયના સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા નિષ્ણાંત શ્રી તેજસભાઈ પંડ્યા દ્વારા બંધારણ વિશેનુ સવિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેજસ પંડ્યા સાહેબે તેની આગવી શૈલી દ્વારા ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીની સફરના મહત્વના મુદાઓ ઉપરાંત લોકોની મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો વિષયક વક્તવ્ય પૂરું પાડ્યું હતું. ઉપરાંત પંડ્યા સાહેબ દ્વારા તાકીને ઉલ્લેખ કરવામાં આવ્યો કે કારકિર્દી ને અનુરૂપ આ એકમાત્ર ક્ષેત્ર છે કે જેમાં કોઈ ડીગ્રીનાં બદલે ઉમરને લાયકાત તરીકે ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ સેમિનારમાં KDVSના માર્ગદર્શક PI શ્રી પાદરીયા સાહેબ તથા વિઠ્ઠલભાઈ ઢાંકેચા તેમજ KDVSના કન્વીનરો અખીલ સાકરીયા, વત્સલ પટેલ, ઉમંગ વઘાસીયા, જુગલ કથીરીયા, સંજય ખાખરીયા ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહયા હતા. આ સેમીનારમાં બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાજર રહી સેમીનારને દીપાવ્યો હતો તથા સેમિનારનુ સફળતાપૂર્વક નુ સંચાલન હાર્દિકભાઈ સોરઠીયાએ પોતની આગવી છટાથી કર્યુ હતુ.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ ની વિદ્યાર્થી પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સમાજના યુવાનો નેતૃત્વ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી યુવા નેતૃત્વ અંતર્ગત “Team Building” વિષય પર લેકચર નું આયોજન કર્યું હતું. જેમાં શ્રી પ્રતિકભાઈ કાછડિયા દ્વારા યુવાનો ને Leadership અને Team Building વિષય પર સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમા સમાજની બૌધીકક્ષમતા રૂપી યુવા શક્તિ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.