Khodaldham Shilanyas 21-1-2017
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતી જોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર કરાવે છે.
સમગ્ર ભારત વર્ષ તથા વિદેશમાં આવેલ સૌથી વધુ વ્યાપક અને વિસ્તાર ધરાવતા હિંદુ મંદિરોમાં તેનો સમાવેશ થાય છે. તે ૨૯૯ ફૂટ લંબાઈ, ૨૫૩ ફૂટ પહોળાઈ અને ૧૩૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. આ મંદિર માં માં ખોડીયાર ની ભવ્ય મૂર્તિ ઉપરાંત અન્ય દેવીમાંઓ માં અંબા , માં બહુચર , માં વેરાઈ , માં મહાકાલી, માં અન્નપુર્ણ , માં ગાત્રાડ, માં રાંદલ , માં બુટભવાની, માં બ્રમ્હાણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ અને માં શિહોર ની મૂર્તિઓ ની પણ પ્રતિષ્ઠા થશે.
શ્રી ખોડલ ધામ સ્થાપત્ય કલાનું એક ઉત્કૃષ્ટ અને બેનમૂન ઉદાહરણ તથા સમગ્ર સમાજ ની સંસ્કૃતિની ધરોહર બની રહશે. તેમાં ભગવાન શિવ, શ્રી રામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાન તથા શ્રી ગણેશ ના મંદિર પણ હશે જેમાં તેમની મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠિત થશે. આપના હૃદય અને આત્મા પર, અરે સમગ્ર ચેતના પર માં ખોડલ નું આધિપત્ય છે. તે દિવસ અને રાત્રી ના નિયંતા છે. ભૂમિ તથા જળ બંને પર તેમનું સાર્વભૌમત્વ છે આથી જ તેમનું વાહન મકર-મગર છે જે ઉભયચર (જમીન અને જળ બંને માં વિહરનાર ) છે. સૌરાષ્ટ્ર ના કાગવડ ખાતે આ મંદિર નિર્માણાધીન છે જેને દેશ વિદેશ માં થી લાખો ભાવિકો ને આકર્ષ્યા છે. આ પાવિત્ર અને ભવ્ય સ્થળ ભારત ના દરેક મહત્વ ના કેન્દ્રો સાથે જમીન માર્ગે જોડાયેલ છે. આ સ્થળનું કુદરતી સૌન્દર્ય આધ્યાત્મિક ખેંચાણ તથા માં ખોડલ નું સતત થતું દિવ્ય મંત્રોચ્ચારણ ભાવિકોને મંત્રમુગ્ધ કરે છે. જ્યારે આપ ” જય ખોડિયાર ” પૂરા ભાવથી બોલો છો ત્યારે આપ ઉર્ધ્વ, પ્રકાશિત અને શક્તિન્વિત અને ભીતર થી સમૃદ્ધ હોવાનો અનુભવ કરો છો
માં ખોડલ ના સામર્થ્ય અને દિવ્ય પ્રભાવ ને વ્યક્ત કરવા શબ્દો પણ ઓછા પડે છે. આ તો એક નમ્ર પ્રયાસ છે આપને તથા આવનાર યુવા પેઢી ને આ ભવ્ય ને દિવ્ય નિર્માણ અંગે માહિતગાર કરવાનો અને તેમને માં ખોડલ ની આસ્થા તથા કૃપ્ના ની ઝાંખી કરાવવાનો. જો માં ખોડલ માં શ્રદ્ધા હોય તો અશક્ય પણ શક્ય બને છે. તો આવો જોદાઈયે સમાજ ની સામૂહિક ચેતના માં ….એક મહાકાર્યમાં….એક મહાન સમાજના નિર્માણ માં ……માં ખોડલ ની કૃપા સાથે …………..જય ખોડલ ધામ