Chappal Vitran 3-5-16
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS)”દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રૈયા, યુનીવર્સીટી રોડ, નાના મવા, ઓમ નગર, મવડી, ઉમિયા ચોક, વાવડી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા “માનવસેવા એજ પ્રભુસેવા”એ ઉક્તિને ચરીર્તાર્થ કરવાના સફળતમ પ્રયાસ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, વડીલો, વૃદ્ધો તથા ભિક્ષુકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” સમગ્ર ટીમ રાજકોટ પોલીસના ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ના PI શ્રી પાદરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવાકાર્યની સદ્જ્યોત જાળવી રહી છે તથા પોલીસ અને પ્રજા વચ્ચેના સબંધો કેળવાય પોલીસ-પબ્લિક રીલેશનશીપ મજબુત બને તે માટે પણ પ્રયાસ કરી રહી છે. તા. ૦૩-૦૫-૨૦૧૬