74th Republic Day celebrations by Shree Khodaldham Trust and Shree Sardar Patel Culture Foundation…
શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના નેજા હેઠળ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને SPCF દ્વારા ૭૪ માં ગણતંત્ર દિવસ એટલે 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વને ઉજાગર કરવા રાષ્ટ્રભક્તિ ના સંકલ્પને સાકાર કરવા ધ્વજવંદન કરવામાં આવ્યું.
આ નિમિતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી તુષારભાઈ લુણાગરિયા, ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ હપાણી, શ્રી રજ્જુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ડોબરીયા, શ્રી પ્રવીણભાઈ જસાણી, શ્રી જી. એલ. રામાણી, શ્રી અમિતભાઈ લકકડ, તથા KDVSના રાજકોટ શહેર ના વોર્ડકન્વીનર અને સહ કન્વીનર, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને ધ્વજવંદન કરી રાષ્ટ્ર પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો.