f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

Help Line No. (+91) 7405 469 239

Not what my society did or would do for me, but what I would do for my society

bg

Testimonial-2

  /  Testimonial-2

Testimonial-2

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ની એક માત્ર સંસ્થા એટલે”શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ.” આજે હું એક એવી સંસ્થા ની વાત કરવા જઈ રહ્યો છું, કે જ્યાં થી આજ સુધી માં અનેક લેઉવા પટેલ સમાજ ના છોકરા તથા છોકરીઓ કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બહાર ની સંસ્થા માં કોચિંગ લેવું આર્થિક રીતે પરવડી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ આજે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ના સહારે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી ને ગુજરાત સરકાર માં ફરજ બજાવી રહ્યાં છે.
આ એક માત્ર એવી સંસ્થા છે કે ,જે પોતાનો એક પણ રૂપિયા નો ફાયદો વિચાર્યા વિના ફક્ત વિદ્યાર્થી ના હિત ને ધ્યાન માં રાખી આજ સુધી પ્રયત્ન કરતી રહી છે. એટલું જ નહીં એવા કેટલાય પટેલ સમાજ ના છોકરા -છોકરીઓ છે ,કે જે ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિ ને લીધે ફી ભરવા સક્ષમ ન હોવાથી તે એક પણ રૂપિયો ફી ભર્યાં વગર આ સંસ્થા માં કોચિંગ લઈ ને આજે ગુજરાત સરકાર માં ફરજ બજાવી રહ્યા છે.
જ્યારે,મેં પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યોં. ત્યાર પછી ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ મેં ખાનગી કંપની માં એક વર્ષ નોકરી કરી.પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર થી એવી પણ ઈચ્છા હતી કે ,હું પણ સરકારી નોકરી કરું ને મારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવું.પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ની માહિતી નો અભાવ હતો. ત્યારબાદ સરકારી નોકરી ના સ્વપ્ન ને સેવવા મને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી અંગેની જાણ થઈ અને સફળતા માટે શરૂઆત કરી. અને આજે હું ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ના સહારે સફળ થઈ ને હું કેન્દ્ર સરકાર માં પોસ્ટ વિભાગ માં ફરજ બજાવી રહ્યો છું. જ્યારે મેં તાલીમ વર્ગ માં તાલીમ મેળવવા ની શરૂઆત કરી ત્યાર થી મને આ સંસ્થા એ એક અદ્ભૂત વાતાવરણ,શ્રેષ્ઠ માર્ગદર્શકો ની ટીમ તથા જરૂરીયાત મુજબ અભ્યાસ ને અનુલક્ષીને તમામ પ્રકાર ના “સ્ટડી મટીરીયલ્સ” પુરા પાડ્યા છે.ઉપરાંત ગર્વ ની વાત તો એ છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા બાદ પોસ્ટીંગ સુધી ની ચિંતા “શ્રી ખોડલધામ -ટ્રસ્ટ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ “એ કરી છે.જેથી આજે હું ખોડલધામ વિદ્યાર્થી સમિતિ નું ખૂબ જ ગર્વ અનુભવુ છું અને “શ્રી ખોડલધામ ટ્રસ્ટ” ના ચેરમેન અને લેઉવા પટેલ સમાજ ના “મેનેજમેન્ટ ગુરુ “એવા માનનીય શ્રી નરેશ ભાઈ પટેલ અને ખોડલધામ વિદ્યાર્થી સમિતિના માર્ગદર્શક પી.આઈ પાદરીયા સરનો હું હંમેશા આભારી રહીશ.
ટૂંકમાં,પટેલ સમાજ ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ની પરીક્ષાથી લઈને પોસ્ટીંગ સુધી ની ચિંતા કરતી મારા માટે લગભગ વિશ્વ ની પ્રથમ સંસ્થા એટલે -“શ્રી ખોડલધામ ટ્રસ્ટ વિદ્યાર્થી સમિતિ.”

en_USEnglish