Sanman Samaroh 22-12-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના તારલાઓનું સન્માન કરવા માટે "સન્માન સમારોહ - ૨૦૧૯"નું આયોજન તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.
Rakhi wid Disorders 15-8-19
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના બહેનો દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી
Pulvama 18-2-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા માં શહિદ થયેલા 42થી વધુ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌએ કેંડલ સળગાવી મૌન પાળીને દેશના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો
Padyatra 21-1-19
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજીત રાજકોટથી ખોડલધામ કાગવડ (૬૫ કિમી) પદયાત્રાનું તા. ૨૧-૦૧-૨૦૧૯ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું.
Vivekanand Jayanti 12-1-19
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા "યુવા સભા" નું આયોજન કરવામાં આવ્યુ હતું.
Sardar Jaynti 31-10-18
સરદાર સાહેબની જન્મજયંતિ નિમિતે ૩૧-૧૦-૨૦૧૮ના રોજ ગરીબોને કે જેઓ ઝુપ્પડપટ્ટી, રોડ સાઈડ પર આશ્રિત છે તેઓને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યુંં હતું.
Atalji Shraddhanjali 22-8-18
“ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને અજાત શત્રુ સ્વ.અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન” આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું “ભારત રત્ન માનનીય અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન”
Vastradan 19-7-18
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા વરસાદગ્રસ્ત વિસ્તારના લોકોને વસ્ત્રદાન અને ફુડ પેકેટ્સ સહાય માટે રાજકોટવાસીઓને એક પોકાર
Vali Seminar 18-4-18
આજરોજ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ચાલતા સરકારી નોકરી અંગેના વર્ગોમાં અભ્યાસ કરતી સમાજની યુવતીઓનાં માતા-પિતા માટે એક ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની સરકારી નોકરીઓમાં સફળતા મેળવેલ યુવતીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વર્ગોમાં અભ્યાસ કરતી વિધ્યાર્થીનિઓના માતા-પિતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Chappal Vitran 27-5-17
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ”ની વિદ્યાર્થી પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા “માનવસેવા એજ પ્રભુસેવા”એ ઉક્તિને ચરીર્તાર્થ કરવાના સફળતમ પ્રયાસ દ્વારા જરૂરિયાતમંદ બાળકો, વડીલો, વૃદ્ધો તથા ભિક્ષુકોને ચપ્પલ